જલ્સ-એ- દસ્તારબંદી જામિઆ કંઝૂલ ઉલૂમ

 જામિઅહ કન્ઝુલ ઉલુમ અહમદાબાદ માં જલ્સ-એ - દસ્તારબંદી નુ અજીમુશ્શાન આયોજન



ભવ્ય જાજરમાન નયનરમ્ય આહલાદક હરિયાળી રળિયામણી હરાદિલ અઝીઝ અને નૂર ના મિનારા સમાન *જામિઅહ કન્ઝુલ ઉલુમ ખાન જહાન જમાલપુર અહમદાબાદ* ની સર ઝમીન ઉપર ઈમાની અફરોઝ લાગણીઓ થી તરતબોણ ૧૮ મા વાર્ષિક જલ્સ એ દસ્તાર બંદી નો પુરનૂર અને બાબરકતો અને રહમતો થી છલોછલ એવા અજીમુશ્શાન મજલિસ નુ આયોજન ૯ શાબાન ૧૪૪૩ મુતાબીક તા:૧૩/૩/૨૦૨૨ રવિવાર ના રોજ દબદબાભેર થવા પામ્યુ હતુ. 


           આનંદિત પુલકિત રોમાંચિત અને પ્રફુલ્લિત અને ઉમંગ-ઉત્સાહ ના ઊમણકાઓ થી છલોછલ આ મજલિસ મા સોને પે સુહાગા સમાન મહેમાન એ ખુસુસી અને મજલિસ મા ચાર ચાંદ સમાન શોભાવ્રુધ્ધી ની શહેનશાહી શાન ની જવાબદારી નિભાવ સમાન જામિઅહ ઈસ્લામિયહ મસીહુલ ઉલૂમ બેંગ્લોર (કર્ણાટક) થી બાની મોહતમિમ અને શૈખુલ હદીષ જનાબ *હઝરત મૌલાના મુફ્તી શોએબુલ્લાહ સાહબ મિફતાહી દા.બ*. ની મોજુદગી અને એથીય વિશેષ હાજીરીન દિલો ને મનમોહન-મનભાવક દિની તરબીયત થી તરતબોણ રૂહ પરવર બયાન થી હાજર હાજીરીન ઈમાની ફૈઝ થી બરકત વંતી બનવાના નસીબફરમા થયા હતા. 

મજલિસ નો આગાઝ કર્ણપ્રિય અને મધુર કંઠસ્થે તિલાવત- અ -એ કુરઆન થી શરૂ થઈ જામિઅહ ના હોનહાર તેજસ્વી અને ઈસ્લામ અને ઈમાન ના ભાવિ ખૈરખ્વાહ સમાન તલબાઓ એ અજોડ અને અનોખી આગવી શૈલી માં તિલાવતે કુરઆન સાથે સાથે નઅતુનબ્બી સલલ્લાહુ અલયહિ વસલ્લમ અને દિલકશ નઝમો અને આજની મૌજૂદા હાલાત અને સળગતી સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે આગવી સોચ સાથે સત્વશીલ બોધપ્રદ અને રસપ્રદ શૈલી માં ઉર્દુ - અરબી અને અંગ્રેજી ભાષા ઓમા જુસ્સા ભરી તકરીરો થી ઊપસ્થિત હર એક મહેમાનો ભાવુકતા સાથે વાહ વાહ મેળવવા ની અજોડ બેજોડ સિધ્ધિ સાથે સાથે ઈનામો ઈકરામ થી નવાજવા ની ખુશનુદી પણ હાસિલ કરી હતી.

             કાબીલે કદ્ર કાબિલે મુબારક અને કાબિલે તારીફ એવા આ મજલિસ ના મુખ્ય મકસદ સમાન સાત - સાત વર્ષ થી પોતાના પ્રાણ પ્યારા વતન - મા - બાપ કુટુંબ- કબિલા થી દુર રહી સારા નરસા પ્રસંગો ની કુરબાની આપીને માત્ર અને માત્ર ઇલ્મ ની ભૂખ સંતોષવા જામિઅહ ને માતૃભૂમિ અને કર્મભૂમિ નો દરજ્જો આપી સતત દિવસ-રાત ઠંડી-ગરમી - વરસાદ ની પરવા કર્યા વિના ઈમાન - ઇલ્મ - ઇખ્લાસ ના પાક જામેજામ ગટગટાવી ઇસ્લામ ની એકતા અને પ્રખંડ બુલંદી ઓ ના જોશ અને હોશ સાથે નેક સભર નિયત આધિન ફારીગ થનાર *૧૮* મર્દેમુજાહિદ તલબાઓ ની દસ્તાર બંદી ની ખુશનસીબ પધારેલા મહેમાનો ની ભલી નેક સભર લાગણીઓ અને દુઆ મેળવવા ના સદભાગી બન્યા હતા. સાથે સાથે જામિઅહ ના *૫* હોનહાર તલબાઓ પણ હાફિઝ- એ - કુરઆન ની મહામુલ્યી અનમોલ નેઅમતો થી નવાજવામાં આવ્યા હતા. 

         આલિ પુર કૈફ પુરફૈઝ પુર રોનક અને પુર બહાર સરભર આ ઐતિહાસિક અને સીમાચિહ્ન મજલિસ ને કામિયાબ અને કામરાની ના અંજામ માટે અને ઊમણકાભર ઉમટેલી પ્રચંડ અને હકડેઠઠ જનમેદની ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જામિઅહ ના મોહતમિમ સાહબ *જનાબ મૌલાના મુહમ્મદ સિદ્દદીક સાહબ પટની નદવી* સાહબ તેમજ *જનાબ મૌલાના આસીફ સાહબ પટની* અને જામિઅહ ના હર એક ઉલ્મા - એ - કિરામ સાથે સ્ટાફે છેલ્લા કેટલાય દિવસથી તનતોડ મહેનત દુઆઓ થી જ આ અજીમુશ્શાન આયોજન બેમિસાલ અને બેજોડ બનવા નુ સદભાગી બન્યું હતું મજલિસ નુ મહેમાનો સામે જીવંત પ્રસારણ પ્રસારનાર *મૌલાના સઅદ ચિશ્તી સાહબ* નુ એનાઉન્સમેન્ટ પણ કાબિલે તારીફ રહ્યુ હતું જોહર ની નમાઝ બાદ દુઆ અને લિજ્જત દાર ખાણીપીણી સાથે મજલિસ ને અંત કરી હતી. 


 માસ્ટર સલીમ સાહબ પીપરાણી


જામીઆ ક્ન્ઝુલ્ ઉલૂમ જમાલપુર અહેમદ આબાદ

૯૪૨૬૨૬૪૮૭૭

ایک تبصرہ شائع کریں

0 تبصرے

نماز کی سنتیں اہمیت و فضیلت